Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 38.6 ડિગ્રીથી શહેરીજનો ત્રસ્ત

જામનગરમાં 38.6 ડિગ્રીથી શહેરીજનો ત્રસ્ત

અસહ્ય બફારા અને આકરા તાપથી શહેરીજનો પરેશાન

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 1.6 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રીએ પહોંચી જતા આકરા તાપ અને ગરમીથી લોકો પરેશાન થયા હતાં અસહ્ય બફારાથી શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતાં. ગરમીથી બચવા બપોરના સમયે કામ વગર બહાર જવાનું પણ લોકોએ ટાળ્યું હતું.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં ઉનાળાનો અસલ મીજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 1.6 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણમો લોકો ગરમીથી તોબા પોકારી ચૂકયા હતાં. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા, તથા પવનની ગતિ 12.6 કિમી પ્રતિકલાકની નોંધાઇ હતી. બપોરના સમયે આકરા તાપથી શહેરીજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આકરા તાપ અને ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થયા હતાં અને પંખા-એસીમાંથી દૂર રહેવાનું ટાળ્યું હતું. સાંજના સમયે શહેરીજનોને થોડી ઘણી રાહત મળી હતી.

બફારા અને આકરા તાપને પરિણામે દિવસભર શહેરીજનો પરેશાન રહ્યા બાદ સાંજના સમયે ઉનાળાની ગરમીમાંથી રાહત મેળવવા શહેરીજનો એ આઈસ્ક્રીમ – ડીશગોલા- કોલ્ડ્રીંકસ સહિતના ઠંડા પીણાનો સહારો લીધો હતો.શહેરીજનોની સાથે સાથે ગરમીને કારણે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular