Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 33% વેક્સિનેશન પૂર્ણ, ડીસેમ્બર સુધીમાં તમામ લોકોને અપાઈ જશે વેક્સીન !

જામનગરમાં 33% વેક્સિનેશન પૂર્ણ, ડીસેમ્બર સુધીમાં તમામ લોકોને અપાઈ જશે વેક્સીન !

વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયામાં જામનગર દેશમાં અગ્રીમ હરોળમાં

- Advertisement -

દેશભરમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સહીત જામનગરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરુ થયું છે. તથા 1મેથી 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ શરુ થઇ ગયું છે. પરંતુ સમગ્ર દેશમાં વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ વેક્સિનેશની પ્રક્રિયામાં જામનગર દેશમાં અગ્રીમ છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી 2,09,424 લોકો વેક્સિન લઇ ચુક્યા છે. અને શહેરમાં 1,41,000 લોકો વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ લઇ ચુક્યા છે. આમ જામનગર જીલ્લામાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે.

- Advertisement -

ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્રારા CoWin એપના આધારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ વસ્તીની ટકાવારીની દ્રષ્ટ્રીએ દેશમાં રસીકરણની પ્રક્રિયામાં જામનગર જીલ્લો અગ્રીમ છે. દેશના માત્ર 37 જીલ્લાઓજ એવા છે કે જ્યાં 20%થી વધુ વેક્સિનેશન થયું છે. તે પૈકી ગુજરાતના બે જીલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે તે પૈકી એક જામનગર અને બીજું પોરબંદરનો સમાવેશ થાય છે છે. જામનગર શહેર અને જીલ્લામાં 18 વર્ષથી ઉપરના 11લાખ 58હજાર લોકો પૈકી અત્યાર સુધીમાં કુલ 3,50,424 લોકોએ વેક્સિન લીધી છે. એટલે કે જામનગર જીલ્લામાં વેક્સિનેશનની કામગીરી અંદાજે 33% સુધી પૂર્ણ થઇ ચુકી છે.

ગુજરાત સહીત જામનગરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરુ થયું છે. જામનગર જીલ્લામાં 104 દિવસમાં 3,50,424 લોકો વેક્સીન લઇ ચુક્યા છે. 8લાખ લોકોને વેક્સીન લેવાની બાકી છે. જો જીલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા આ જ રીતે ચાલુ રહી તો ડીસેમ્બર મહિનામાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. પરંતુ સરકાર દ્રારા 1મેથી 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે અનેક જગ્યાએ વેક્સિન  નો જથ્થો ખૂટી પડે છે. જો જામનગરને સમયસર વેક્સીન નહી મળે તો ડીસેમ્બર સુધીમાં રસીકરણ પૂર્ણ નહી થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular