Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરમહેશ્વરી મેઘવાર સમાજનો 19મો સમુહ લગ્નોત્સવ

મહેશ્વરી મેઘવાર સમાજનો 19મો સમુહ લગ્નોત્સવ

સમસ્ત મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ-જામનગર દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન : તા. 14 જાન્યુ.ના રોજ સમુહલગ્ન યોજાશે

- Advertisement -

સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લા 18 વર્ષથી મહેશ્ર્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ, જામનગર દ્વારા સમાજનાં સર્વાંગી વિકાસ માટે સામાજિક, ધાર્મિંક, સાંસ્કૃત્તિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાતિજનો તથા દાતાઓએ આપેલ તન, મન, ધનથી સહકાર થકી સતત છેલ્લા 18 વર્ષથી સમુહલગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -

આ વર્ષે પણ સમિતિ દ્વારા 19મો સમુહ લગ્નોત્સવ (ક્ધયા વણંઝ) સં. 2078, પોષ સુદ-12, શુક્રવાર (મકરસંક્રાંતિ) તા. 14-1-2022ના રોજ સમાજવાડી, મુ. ઢીંચડા, તા.જી. જામનગર, મુકામે આયોજન કરેલ છે. જે હાલની કોવિડ-19ની મહામારીના લીધે ગાઇડલાઇન મુજબ કરવાના રહેશે. આ સમુહ લગ્નમાં ભાગ લેવા ઇચ્છતાં વર-ક્ધયાના વાલીઓએ ફોર્મ મેળવી મોડામાં મોડુ વર-ક્ધયાના જન્મ તારીખના આધાર માટે, જન્મ તારીખનો દાખલો અથવા તો શાળા છોડયાના પ્રમાણપત્ર, આધારકાર્ડ તથા પાસપોર્ટ ફોટા સાથે તા. 19-11-2021 સુધીમાં સમિતિને ઓફીસ નં. 622, ઇન્દ્રપ્રસ્થ, પંચેશ્ર્વર ટાવર પાસે, જામનગરમાં સવારે 10:30 થી 1:30 સુધીમાં પરત આપવાના રહેશે.
આ સમુહ લગ્ન અંગેની વિશેષ વિગત, માહિતી તથા ફોર્મ મેળવવા માટે સુરેશભાઇ કે. માતંગ, મો. 98252 95958, જયતિ વારસાખીયા (એડવોકેટ) મો. 99098 33666, માધવભાઇ ડગરા મો. 93281 09904, ભીખુભાઇ યાદવ મો. 98240 93804, વિરજીભાઇ રોશીયા મો. 97125 80644, લાખાભાઇ ફફલ મો. 99251 08861, દીપુભાઇ પારીયા (માજી કોર્પો.) મો. 97236 90364, ભરતભાઇ ધુલીય મો. 99242 32874, વિજય કે. નંઝાર મો. 95746 10123, કેશુભાઇ પરમાર મો. 99047 47930, તુષારભાઇ માતંગ-ભાટીયા મો. 88662 26712, બીપીનભાઇ ધુલીયા મો. 98988 97349નો સંપર્ક કરવા જણાવાયું છે.

સમુહ લગ્નોતસવમાં ભાગ લેનાર તમામ જ્ઞાતિજનોએ હાલ કોવિડ-19ની મહામારી ચાલતી હોય, જેથી સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ અંતમાં મહામંત્રી જયંતભાઇ વારસાખીયાએ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular