જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતાં ઈમ્તિયાઝ આરબ નામના યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા આ રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને અવાર-નવાર અપાતા ત્રાસથી ત્રાસથી કંટાળી ગયેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.