ખેડા જિલ્લાના મહેમદાવાદના મારુતિ નગર સોસાયટી વિસ્તારમાં રહેતા કિરણભાઈ હરેશભાઈ સોઢા નામના 38 વર્ષના દરબાર યુવાન તાજેતરમાં દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં આવેલા સમુદ્ર નારાયણ મંદિર પાસે અકસ્માતે દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ રાજુભાઈ હરીશભાઈ સોઢા (રહે. મહેમદાબાદ) એ દ્વારકા પોલીસને કરી છે.