પોરબંદર તાલુકાના માધવપુર ગામે રહેતા નિલેશભાઈ સરમણભાઈ કડછા નામના 32 વર્ષના યુવાને તેમની દ્વારકા રૂટની એસ.ટી.ની બસ નંબર જી.જે. 18 ઝેડ 3279 ને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા ગોલાઈ ઉપર તેમણે બસના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ બસ એક ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાતા આ અકસ્માતમાં ઇલેક્ટ્રીક થાંભલાને નુકસાની થવા પામી હતી. આ બનાવ અંગે દ્વારકા એસ.ટી.ના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દેવાભાઈ જીવણભાઈ હાથીયા (ઉ.વ. 36) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ડ્રાઇવર નિલેશભાઈ કળછા સામે આઈપીસી કલમ 279, 427 વિગેરે મુજબ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.