Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરબહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

જામનગરના સીક્કા ખાતે 113 મજૂરોને નોટિસ વગર કામ પરથી છૂટા કરવા બાબતે તેમજ મોરબી જિલ્લામાં દલિત યુવાન સાથે અમાનવીય કૃત્ય થવા બાબતે બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગરના સીક્કા ખાતે દિગ્વીજય સિમેન્ટ કંપની લિમિટેડ દ્વારા 113 મજૂર કામદારોને કોઇ જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર કામ પરથી છૂટા કરવામાં આવ્યા હતાં. ત્યારે જામનગર જિલ્લા પ્રમુખ જયસુખભાઈ પિંગળ શુરના માર્ગદર્શન હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને કંપની દ્વારા કામદારો માટે યોગ્ય પગલાં લેવા બહુજન સમાજ પાર્ટીની માંગ કરાઈ હતી. અને જો આ માંગ સ્વીકારવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લામાં દલિતિં યુવાનને ઢોર માર મારી પગના ચંપલ ચટાડી અમાનવીય કૃત્ય કરનાર આરોપીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી પીડિતને ન્યાય આપવા બાબતે રજૂઆત કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular