Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રીક્ષાચાલક યુવાને અગમ્યકારણોસર દવા ગટગટાવી

જામનગરમાં રીક્ષાચાલક યુવાને અગમ્યકારણોસર દવા ગટગટાવી

- Advertisement -

જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે રહેતાં રીક્ષાચાલક યુવાને દરેડ ગામમાં કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના નાની ખાવડી ગામમાં રહેતો યુવક કૂવાની પારી પર બેઠો હતો તે દરમિયાન ચકકર આવતા કૂવામાં પડી જવાથી ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે ઘાંચી કબ્રસ્તાન નજીકના વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતા અલ્પેશભાઈ રાજેશભાઈ થાપલીયા (ઉ.વ.30) નામના યુવાને શનિવારે સવારના સમયે જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા રાજેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ પી. બી. ગોજિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં રહેતાં કિશન ડાયાભાઇ શિરા (ઉ.વ.22) નામનો યુવક ગત શનિવારે સવારના સમયે વાડી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકાની બાજુમાં રહેલા કૂવાની પારી ઉપર બેઠો હતો તે દરમિયાન એકાએક ચકકર આવતા કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કિશનનું મોત નિપજ્યું હતું. બનાવની મૃતકના ભાઈ જયસુખ દ્વારા જાણ કરાતા પીઆઈ આર.ડી.રબારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ કૂવામાંથી યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular