લાલપુરના નવાગામ – સાપર વાડી વિસ્તારમાં યુવતીને પાણીની મોટર ચાલુ કરવા જતી વખતે વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના દેવાડા ગામના અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શાપર વાડી વિસ્તારમાં વાડીએ રહેતાં બારકુબાઇ મહેશભાઈ ચોૈહાણ (ઉ.વ.29) ગત્ તા.25 ઓગસ્ટના પાણીની મોટર ચાલુ કરવા જતા શોર્ટ લાગ્યો હતો. તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવા દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મહેશભાઈ લખમણભાઈ ચૌહાણ દ્વારા પોલીસને જાણ કરતા મેઘપર (પડાણા) ના એએસઆઈ વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


