બિહારના પટનામાં રહેતો સોનુ યાદવ સ્કેટીંગ કરીને 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રાએ નીકળ્યો છે. પટનાના વતની સોનુ યાદવ તેની સ્કેટીંગ દ્વારા ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કર્યાના 433મા દિવસે રાજકોટ-જામનગર હાઇવે પરથી દ્વારકા જતો હતો. તે દરમ્યાન જામનગર તાલુકાના રામપર ગામના પાટિયા પાસે પહોંચ્યો હતો. સ્કેટીંગ યાત્રાએ નીકળેલા સોનુ યાદવને જામનગરની ટ્રાફિક શાખા દ્વારા આ ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા દરમ્યાન સલામતી જળવાઇ રહે તે માટે રિફ્લેક્ટર જેકેટ પહેરાવવામાં આવ્યું હતું. કેમ કે, હાઇવે પર સ્કેટીંગ કરીને જતાં સોનુ યાદવની સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તેવા સકારાત્મક અભિગમથી જામનગરની ટ્રાફિક પોલીસે સોનુ યાદવને રિફલેક્ટર જેકેટ પહેરાવ્યું હતું. ટ્રાફિક પોલીસની સરાહનિય અને પ્રજાલક્ષી કામગીરીનો સોનુ યાદવે આભાર વ્યક્ત કર્યો હતો.


