રવિવારે શરદપૂનમની રઢિયાળી રાત્રે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં શરદોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જગત મંદિરના પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ ઉજવાયો હતો. દ્વારકાધીશને રાસેશ્ર્વર કૃષ્ણના ભાવથી શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સંઘ્યા આરતી બાદ જગત મંદિરના પરિસરમાં ચંદ્રના અજવાળામાં રાત્રિના આઠથી સાડા દસ દરમ્યાન દૂધ અને પૌઆનો વિશેષ મહાભોગ લગાવી ઉત્સવ આરતી કરવામાં આવ્યા હતા. ગોપભાવથી આનંદ પૂજારીએ ગોપીવેશ ધારણ કર્યો હતો. આ શરદોત્સવમાં ભાવિકોએ શ્રીજીના ધાર્મિક ભજનો સાથે રાસોત્સવમાં ઝુમી ઉઠયા હતા.
View this post on Instagram


