Wednesday, May 13, 2026
Homeરાજ્યજામનગરભરણપોષણની અરજીની નોટીસ આવતાં યુવાનનો આપઘાત

ભરણપોષણની અરજીની નોટીસ આવતાં યુવાનનો આપઘાત

પત્ની સાથે છુટાછેડા થયા બાદ ભરણપોષણની અરજી થઇ હતી : ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ

જામનગરના બેડેશ્વર ધરારનગરમાં રહેતાં યુવાનના છુટાછેડા થયા બાદ તેમની વિરૂદ્ધ ભરણપોષણની અરજી થઇ હોય જેની નોટિસ આવતા તેનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના બેડેશ્વર ધરારનગર-1, સદ્ગુરૂ સોસાયટીમાં રહેતાં આસિફમીયા કાદરમીયા બાનવાઇ (ઉ.વ.32) નામના યુવાનના દસેક વર્ષ પૂર્વે હુસેનાબેન યુસુફ સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેની સાથે છુટાછેડા થયા હોય હુસેનાબેન દ્વારા તેમની વિરૂદ્ધ લાલપુર કોર્ટમાં ભરણપોષણની અરજી કરવામાં આવી હતી. જેની નોટીસ આવતાં મૃતકને મનમાં લાગી આવતાં તા. 10ના સવારના સમયે પોતાના ઘરે છતના એંગલમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આ અંગે નદીમ કાદરમીયા બાનવાઇ દ્વારા જાણ કરાતા સિટી ‘સી’ ડિવિઝનના હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular