ધ્રોલ ટોલનાકે સવારના સમયે ખંભાળિયામાં રહેતાં કોન્ટ્રાકટર યુવાને તેની કારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામમાં જેકેવીનગર પ્લોટનંબર 31 મા રહેતા રઘુરાજસિંહ કિશોરસિંહ રાઠોડ (ઉ.વ.36) નામના કોન્ટ્રાકટર યુવાને મંગળવારે સવારના સમયે ધ્રોલ નજીક આવેલા ટોલનાકા પાસે તેની કારમાં કોઇકારણસર ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું આ બનાવ અંગે અભિજીતસિંહ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો કે.એસ. દલસાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
ખંભાળિયાના કોન્ટ્રાટકર યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ધ્રોલ ટોલનાકા પાસે કારમાં દવા ગટગટાવી: સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યાનું જાહેર: પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી