જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાંથી 96 બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતાં રવિ ઉર્ફે જીગરના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઇ બી.જી. રામાનુજ તથા સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.48000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 96 બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે નવીન લક્ષ્મીદાસ દામ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી અને રવિ ઉર્ફે જીગર ઉર્ફે ખુશ મનસુખ નાખવા નામનો શખ્સ નાશી ગયો હોય જેથી પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જોડિયા તાલુકાના વાવડી ગામમાંથી સ્થાનિક પોલીસે રામ ઉર્ફે રામા ખીમા બાલસરા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતના દારૂના 10 નંગ ચપલા મળી આવતા જોડિયા પોલીસે રામ ઉર્ફે રામાની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.