આજે તા. 2 ઓકટોબરના વિશ્વ અહિંસા દિવસ અને મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ પર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગાંધીજીનો જીવન મંત્ર સ્વચ્છતા હી સેવા અંતર્ગત જામનગર આઇટીઆરએ આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધનવંતરી મંદિરથી શરુ થઇ ડીકેવી સર્કલ, જી.જી. હોસ્પિટલ થઇ આઇટીઆરએના મુખ્ય ભવન સુધી સ્વચ્છતાના સંદેશ સાથે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં આઇટીઆરએના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.