Sunday, July 13, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયસાઈપ્રસ અને ક્રોએશિયા જેવા નાના દેશોમાં શા માટે ભારતને દિલચસ્પી...જાણો...

સાઈપ્રસ અને ક્રોએશિયા જેવા નાના દેશોમાં શા માટે ભારતને દિલચસ્પી…જાણો…

બન્ને દેશોની મુલાકાતથી વડાપ્રધાન મોદીએ દુશ્મનોના સહયોગીઓને આપ્યો સીધો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા ગયા છે અને ત્યારબાદ તેઓ ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત લેશે ત્યારે ઉલ્લેખનીય છે કે, ભારતના કોઇપણ પ્રધાનમંત્રી ક્રોએશિયાની આ પહેલી મુલાકાત હશે. બન્ને દેશો વચ્ચે પરસ્પર સહયોગના નવા માર્ગો ખોલશે અને વ્યાપારિક સંબંધો પણ મજબત થવાની અપેક્ષા છે.

- Advertisement -

દક્ષિણ-પૂર્વ યુરોપમાં એડ્રિયાટિક સમુદ્રના કિનારે સ્થિત આ દેશ ઉર્જા ક્ષેત્રમાં ઉભરતી શકિત બની રહ્યો છે. ભારત જેવા ઉર્જા આયાત કરતા દેશ માટે, ખાસ કરીને ગેસ હબના સંદર્ભમાં ક્રોએશિયા (Croatia) સાથે ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે. આ દેશ ઉર્જા અને આઈટી ક્ષેત્રોમાં ભારતનું ભાગીદાર રહ્યું નથી. પરંતુ, તાજેતરના વર્ષોમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિ અને વૈશ્વિક ભૂ-રાજકીય પરિદ્રશ્યમાં આવેલા પરિવર્તનને કારણે પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત જે LNG નો મુખ્ય આયાતકાર છે તે ક્રોએશિયા દ્વારા યુરોપિયન ગેસ બજારોમાં પ્રવેશ કરી શકે છે અને ઉર્જા વેપારમાં સહયોગ વધારી શકે છે. GAIL અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી ભારતીય કંપનીઓ વૈશ્વિકસ્તરે GAIL પુરવઠા માટે નવા સ્થળો શોધી રહી છે. Croatiaનું LNG ટર્મિનલ યુરોપમાં ભારતના ગેસ વેપાર માટે પ્રવેશદ્વાર બની શકે છે. આ ઉપરાંત સોફટવેર ડેવલપમેન્ટ, સાયબર સુરક્ષા અને AI જેવા ક્ષેત્રોમાં ક્રોએશિયન કંપનીઓ સાથેના કરારો આ દિશામાં એક નવું પગલું સાબિત થઈ શકે છે. ભારત વૈશ્વિક IT ઉદ્યોગનું પાવરહાઉસ બની ગયું છે અને કોએશિયા જેવા દેશો સાથે ભાગીદારી તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.

આ સિવાય Cyprus ભારતની આંતરરાષ્ટ્રીય મહત્વકાંક્ષાઓનું મજબુત સમર્થક રહ્યું છે. Cyprusની આ મુલાકાત પ્રતિકાત્મક નથી પણ વ્યૂહાત્મક છે. ભારત ભુમદય સમુદ્ર અને યુરોપમાં તેના સંબંધોને ફરીથી આકાર આપવાનો પ્રયાસ કરી રહ્યું છે અને સાયપ્રસ આ વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ મુલાકાત ‘ઓપરેશન સિંદુર’ પછી થઈ હતી જેને ભારત તરફથી તુર્કીને સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે. તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનની સાથે ઉભુ છે અને તાજેતરના વર્ષોમાં ભારત વિરોધ પ્રવૃત્તિઓમાં તેની ભૂમિકા વધી છે. તુર્કી તરફથી ડ્રોન હુમલાઓ એ ભારતની ચિંતા વધારી હતી ત્યારબાદ ભારતે Cyprus અને ગ્રીસ સાથે તેના સંબંધો મજબુત કરવાનું શરૂ કર્યુ છે. Cyprus ભારતની IMEC યોજનાઓમાં એક મહતવપૂર્ણ કડી છે જે ભારતને મહત્વપૂર્ણ અને યુરોપ સાથે જોડે છે. Cyprus પાસે દરિયાઈ ઉર્જા સંસાધનો પણ છે. જ્યાં ભારત સહયોગ કરવા માંગે છે. તુર્કી સાથે દરિયાઈ વિવાદોને કારણે ભારત આ ક્ષેત્રમાં તેની હાજરી મજબુત કરવા માંગે છે. Cyprus 2026 માં યુરોપિયન યુનિયનનું અધ્યક્ષપદ સંભાળશે. જે ભારત-યુરોપ મુકત વેપાર કરાર માટે યુરોપમાં મજબુત ભાગીદારો મેળવવામાં મદદ કરી શકે છે.

- Advertisement -

Cyprusમાં 11,000 થી વધુ ભારતીય નાગરિકો આઈટી, શિપીંગ, કૃષિ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. ભારત અને Cyprus સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં પણ સહયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાતે યુરોપને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત વ્યૂહાત્મક ભાગીદારી ઈચ્છે છે.

આમ, વડાપ્રધાનનો આ પ્રવાસ ભારત માટે નવા દ્વારો ખોલી શકે છે તેમજ વ્યાપારિક સંબંધો પણ મજબુત બનાવી શકે છે. Croatiaની અને Cyprusની આ મુલાકાત ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular