બોલીવુડની સૌથી મોટી હિત કોમેડી ફ્રેન્ચાઇઝ ‘હાઉસફૂલ’ તેના પાંચમાં ભાગ સાથે આવી છે ત્યારે અહી થોડું કંઇક અલગ જોવા મળે છે. અહી દેખાય છે કે ‘હાઉસફુલ-5’ A અને B એમ બે ઓપ્શન છે તો શું છે આ બે વર્ઝનમાં તફાવત અને ટીકીટ બુક કરતી વખતે શું ધ્યાન રાખવું જાણીએ.

આવું બોલીવુડ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે કે કોઈ ફિલ્મી સીરીઝ બે વર્ઝનમાં રીલીઝ થઇ હોય, ત્યારે દર્શકોમાં ઉત્તેજના છે તેમજ મુંજવણ પણ છે તો ચાલો બંને વર્ઝન વચ્ચે શું તફાવત છે તેના વિશે વાત કરીએ. ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમના મનમાં છેલ્લા 30 વર્ષથી એક એવી ફિલ્મ બનાવવાનો વિચાર હતો જેનો કલીમેક્સ બદલાય જે દર્શકોને એક ઈન્ટરેકટીવ અનુભવ આપે. ત્યારે હાઉસફુલ-5 ના બંને વર્ઝન જુદા-જુદા ક્લાયમેક્સ સાથે રીલીઝ થયા છે. બનેમાં પાત્રો સમાન છે પરંતુ ક્લાયમેક્સ એટલેકે વાર્તાનો અંત અલગ છે.
ફિલ્મની બાકીની વાર્તા, કોમેડી, ગીત અને પાત્રો સમાન છે ફક્ત બંનેમાં ક્લાયમેક્સ જુદા-જુદા આપેલા છે. ત્યારે હવે લોકો ક્યાં વર્ઝનને જોવા જવું તે મુંજવણમાં પણ છે ત્યારે ટીકીટ ખરીદતી વખતે પણ થોડું ધ્યાન આપવું પડશે જેમાં Online ટીકીટમાં પણ હાઉસફુલ-5A અને હાઉસફુલ-5B એમ બે ઓપ્શન આપેલા હશે તમે તમારી પસંદગી મુજબ વર્ઝન પસંદ કરી શકો છો.
ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો અહી તરુણ મનસુખાની દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષયકુમાર, અભિષેક બચ્ચન, રીતેશ દેશમુખ, જેકી શ્રોફ, નાના પાટેકર, શ્રેયશ તલપડે અને સંજય દત્ત જેવા મોટા નામ છે. ફિલ્મ માટે એક શાનદાર રણનીતિ નિર્માતાઓએ બનાવી છે. જો તમે બંને ફિલ્મની છેલ્લી 15 મિનીટ જોવા માંગો છો જેમાં બંનેમાં ખૂની અલગ અલગ છે તો તમારે A અને B બંને વર્ઝન માટે અલગ-અલગ ટીકીટ ખરીદવી પડશે.