Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત હાઇકોર્ટની નવી એસઓપી : જયાં કેસ 100થી ઓછા ત્યાં થશે ફિઝિકલ...

ગુજરાત હાઇકોર્ટની નવી એસઓપી : જયાં કેસ 100થી ઓછા ત્યાં થશે ફિઝિકલ સુનાવણી

- Advertisement -

કોરોના ગાઈડલાઈનને લઈ હાઇકોર્ટે નીચલી અદાલતો માટે નવી એસોપી જાહેર કરી છે. જે મુજબ 100 થી ઓછા કોવિડ કેસ હોય તેવા જિલ્લા – તાલુકાની કોર્ટમાં નિયંત્રણો સાથે તા.24/01/2022થી ફિઝિકલ સુનાવણી શરૂ થશે.

- Advertisement -

નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ કાર્યવાહીને મંજૂરી આપવા સાથે હાઇકોર્ટે શરતો પણ રાખી છે. કોર્ટ ચાલુ કરતા પહેલાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સંબંધિત ઓથોરિટી સાથે બેઠક કરવી પડશે. હાઇકોર્ટની એસઓપીમાં જણાવાયું છે કે, તમામ જિલ્લાઓમાં દરરોજ મોટી સંખ્યામાં કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને, તારીખ 07.01.2022ના પરિપત્ર દ્વારા, જિલ્લા અને ટ્રાયલ કોર્ટની કામગીરીને પ્રતિબંધિત કરવામાં આવી હતી અને તારીખ 07.01.2022ના રોજ પરિપત્ર આવ્યો હતો. જેમાં આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ જિલ્લા અને તાલુકા અદાલતો વર્ચ્યુઅલ મોડમાં એટલે કે માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કાર્ય કરશે. ત્યારબાદ ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલ અને વિવિધ તાલુકા બાર એસોસિએશનો તરફથી મળેલી વિનંતીઓના પ્રકાશમાં, જિલ્લા અને તાલુકા કોર્ટના કામકાજ પર દેખરેખ રાખવા માટે રચાયેલી એસઓપી કમિટીની બેઠક તા.18.01.2022 ના રોજ મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં અધિકારીઓએ હાજરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સના સભ્યો સહિત અધિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડો. મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના સચિવ અને કમિશનર ડો. જયપ્રકાશ શિવહરે, કુટુંબ કલ્યાણ અને રાજ્ય રસીકરણ અધિકારી અધિક નિયામક ડો. નયન પી. જાની, ગુજરાતના, ડો. દિલીપ માવલંકર, નિયામક આઇઆઇપીએચ, ગાંધીનગર, ડો. શ્યામ પિંગલે, વરિષ્ઠ વ્યવસાયિક, આરોગ્ય ચિકિત્સક, આઇઆઇપીએચ ગાંધીનગર, ડો. અતુલ પટેલ, ફિઝિશિયન, ડો. આર.કે. પટેલ, ફિઝિશિયન, ડો. તુષાર પટેલ, પલ્મોનોલોજિસ્ટ ડો. પાર્થિવ મહેતા, કે જેઓ ટાસ્ક ફોર્સના તમામ સભ્યો છે. ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાયની પૃષ્ઠભૂમિમાં જઘઙ સમિતિએ અમુક જિલ્લાઓ જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 100 કરતા ઓછા છે ત્યાં પ્રતિબંધો અને શરતોને આધીન ટ્રાયલ કોર્ટની મર્યાદિત ફિઝિકલ કામગીરી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ સાથે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં 100 થી ઓછા કેસ છે, ત્યાંની કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે નવી માર્ગદર્શિકા શનિવારે બહાર પાડેલી છે. જે મુજબ, કડક પ્રતિબંધો સાથે આ નીચલી અદાલતોમાં 24 જાન્યુઆરી સોમવારથી જ ફિઝિકલ સુનાવણી શરૂ થશે.

  • નીચલી અદાલતો માટેની ગાઈડલાઈન

વકીલના સ્ટાફને કોર્ટ કેમ્પસમાં પ્રવેશ પણ બારની ઓફિસ- કેન્ટિન બંધ રહેશે.

- Advertisement -

દરરોજ સવાર અને બપોરના સત્રમાં 20-20 એમ કુલ 40 કેસની સુનાવણી થશે. વકીલ અને સાક્ષીઓ સિવાય અન્યને કોર્ટરૂમમાં પ્રવેશ અપાશે નહીં. 164 મુજબના નિવેદન વીસીથી લેવાના રહેશે.

24 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીનુ કોર્ટનુ કોઝ લિસ્ટ તૈયાર રાખવું.

- Advertisement -

40 કેસનુ કોઝલિસ્ટ આગલા દિવસે તૈયાર કરી, સીઆઈએસ અને કોર્ટની સાઈટ પર મૂકવું

કોર્ટ સ્ટાફ, વકીલ સહિત 20 થી વધુને કોર્ટ રૂમમાં પ્રવેશ મળશે નહીં

ક્રોસ તપાસ માટે બંને પક્ષના વકીલો હાજર રહેશે વકીલોને કેસની માહિતી એસએમએસથી અપાશે.

વકીલ સાથે ચર્ચા કરીને જજ કેસના પુરાવા રેકર્ડ કરી શકે, ઓફિશિયલ સાક્ષી સિવાયના પુરાવાના રેકડ વીસીથી કરવા.

પીજેડી ફાઈલિંગ પ્રક્રિયા પર ધ્યાન રાખે, ક્રિમિનલ, સિવિલ કેસ, કોર્ટ ફી ચુકવણી, સર્ટી ફાઈડ નકલ આપવા અલગ કાઉન્ટર રાખવું. માસ્ક વગરના અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારનુ ફાઇલિંગ ન કરવા સૂચના, ફાઈલિંગ સ્ટાફને એન- 95 માસ્ક, મોજા અને સેનિટાઈઝ આપવા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular