Tuesday, March 19, 2024
Homeમનોરંજનકોરોનામાં સોનુ સૂદ પાસે ક્યાંથી આવી દવાઓ? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા

કોરોનામાં સોનુ સૂદ પાસે ક્યાંથી આવી દવાઓ? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા

- Advertisement -

કોરોનાની મહામારી વચ્ચે સોનુ સૂદ તમામ લોકો માટે મસીહા સાબિત થયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં પ્રવાસી મજુરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડવામાં સોનુ સૂદ મદદરૂપ થયા છે. ત્યારે બીજી લહેરમાં દવાઓ અને આઈસીયુ બેડ તેમજ ઓક્સિજન પુરા પાડવામાં તે લોકોની વ્હારે આવ્યા હતા.

- Advertisement -

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે સોનુ સૂદ અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સીદ્દીશની તપાસ કરો કે આ બંને પાસે દવાઓ કેવી રીતે પહોચી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સેલીબ્રીટી પોતાને મસીહા તરીકે રજુ કરી રહ્યા હતા  ત્યારે તેઓએ એ વાતની પુષ્ટિ ન કરી કે શુ દવાઓ નકલી  છે કે પછી શુ ? સોનું સુદે લોકોને દવાઓ પહોચાડીએ ક્યાંથી આવી તે અંગે તપાસ કરવા બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોવિડ 19ના આ સમયમાં જ્યારે આ દવાઓ અને ઈન્જેકશન સીમિત માત્રામાં ઉપલબ્ધ છે અને માત્ર સરકાર આ દવા અને ઈન્જેકશન ખરીદવા અધિકૃત છે તો નેતા અને અભિનેતાને જરૂરિયાતમંદ માટે આ દવાઓ ક્યાંથી મળી રહી છે.

આ અગાઉ પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં સોનુ સૂદના વકીલે કહ્યું હતું કે તેને આ દવાઓ અલગ અલગ ફાર્મસીમાંથી મળી રહી છે. અને તે મામલે પણ હજુ તપાસ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular