Tuesday, October 8, 2024
Homeસ્પોર્ટ્સWTC ફાઈનલમાં કેવો હશે ટીમ ઇન્ડિયાનો લુક, રવીન્દ્ર જાડેજાએ તસ્વીર શેયર કરી

WTC ફાઈનલમાં કેવો હશે ટીમ ઇન્ડિયાનો લુક, રવીન્દ્ર જાડેજાએ તસ્વીર શેયર કરી

- Advertisement -

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ માટે ટીમની જર્સીનો ફોટો શેર કર્યો છે. આ જર્સી મોટાભાગે 90 ના દાયકાની યાદ અપાવે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સાઉથમ્પ્ટનમાં 18 જૂનથી 22 જૂન સુધી રમાશે.

- Advertisement -

ભારતીય ટીમની નવી જર્સીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (ડબ્લ્યુટીસી એફઆઇનલ) પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. રવીન્દ્રજાડેજાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં કેપ્શનમાં “રીવાઇન્ડ 90” લખ્યું હતું. આઇસીસીના મતે અંતિમ મેચ માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે.જો મેચ ડ્રો થશે તો બંને ટીમો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. રિઝર્વ ડેનો ઉપયોગ મેચ રેફરી દ્વારા કરી શકાય છે. જો કોઈ પણ સમયે ટેસ્ટ મેચ દરમિયાન વરસાદના કારણે સમયનો વ્યય થાય છે, તો મેચ રેફરી આ અનામત દિવસનો ઉપયોગ કરી શકે છે.

જાડેજાને 90 ના દાયકામાં ભારતીય ટીમ દ્વારા પહેરવામાં આવેલ જર્સીની યાદ આવતા તેણે આ કેપ્શન રાખ્યું છે. તમને જણાવી દઈએ કે 90 ના દાયકામાં ભારતીય ટીમ વિદેશી પ્રવાસ પર આ પ્રકારની જર્સીમાં નજર આવતી હતી. આવી સ્થિતિમાં જાડેજાએ ભારતીય ટીમના તે યુગને યાદ કરીને સોશિયલ મીડિયા પર ટીમની જર્સી શેર કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular