
જામનગર અને દેવભુમિદ્રારકા બંને જિલ્લામાં કુલ રૂપિયા 79.61 કરોડના વીજબીલ બાકી છે. જામનગર શહેર, જિલ્લા અને દેવભુમિદ્રારકાના કુલ 2.92 લાખ વીજગ્રાહકોએ વીજબીલ ભર્યા નથી. જેની વસુલાત માટે પીજીવીસીએલ વિભાગ દ્રારા 150 ટીમ દ્રારા વસુલાતની કામગીરી કરવામાં આવે છે. તેમજ વીજબીલ ના ભરનારના વીજકનેશન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ત્રણ માસમાં 2343 વીજકનેકશન કાપવામાં આવ્યા છે. જેના કુલ રુ. 4.33 કરોડના બાકી છે. 74589 વીજ ગ્રાહકો પાસેથી અંદાજીત કુલ રુ.35 કરોડની વસુલાત કરવામાં પીજીવીસીએલ વિભાગને સફળતા મળી છે. જેમાં લાંબા સમયથી બાકી હોય તેવા 47273 વીજગ્રાહકોના કુલ રૂ.20.89 કરોડ બાકી છે. આ બાકી રહેતા વીજબીલમાં 25 હજારથી વધુના બીલ હોય 232 કનેકશનના રુ. 2.66 કરોડ બાકી છે. વીજ ગ્રહકોમાં બાકીદારોમાં રહેણાક, પેઢી તેમજ સરકારી વિભાગના બાકી રહેતા ગ્રાહકોની યાદીમાં સમાવેશ છે. સરકારી વિભાગોમાં ગ્રાન્ય અનિયમિત આવતી હોવાથી વીજબીલ રહેતા હોય છે. બાકીદારો પાસે વીજબીલ આપ્યા બાદ તેની પાસેથી વસુલાતની કાર્યવાહી ચાલુ છે.
જામનગર અને દેવભુમિદ્રારકા બંને જિલ્લાના કુલ 330 ગ્રામ પંચાયતોના રુ. 36.50 લાખ બાકી છે.
બંને જિલ્લાની કુલ 8 નગર પાલિકાના રુ. 3.73 કરોડ બાકી છે.
પાણી પુરવઠા બોર્ડના 50 લાખ .
પી.ડબ્લ્યુડી 10.15 લાખ.
આર એન્ડ બી 10.16 લાખ
રેલ્વે વિભાગના 6.42 લાખ બાકી છે.