Thursday, March 28, 2024
Homeસ્પોર્ટ્સઅક્ષર પટેલે એકલા હાથે કેરેબિયન ટીમને ધૂળ ચટાડી

અક્ષર પટેલે એકલા હાથે કેરેબિયન ટીમને ધૂળ ચટાડી

ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ટીમને સતત 12મી સીરિઝમાં માત આપી : ’મેન ઓફ ધ મેચ’ બનતો અક્ષર

- Advertisement -

ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતે આયોજિત બીજી વનડે મેચમાં વેસ્ટઈન્ડીઝને 2 વિકેટથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાના વિજયનો શ્રેય ઓલરાઉન્ડર અક્ષર પટેલના ફાળે જાય છે. અક્ષરે 64 રનની ધમાકેદાર ઈનિંગ રમીને મેચને વેસ્ટઈન્ડીઝના કબજામાંથી છીનવી લીધી હતી. ડાબોડી બેટ્સમેન અક્ષર પટેલે 35 બોલની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ખાસ વાત એ છે કે, અક્ષર પટેલે મેચની અંતિમ ઓવરના ચોથા બોલમાં છગ્ગો ફટકારીને શાનદાર અંદાજમાં મેચ ફિનશ કરી હતી. આ વિજય સાથે જ ભારતે 3 મેચની વનડે સીરિઝમાં 2-0ની અજેય બઢત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝ સામે સતત 12મી સીરિઝમાં વિજય મેળવ્યો છે. વેસ્ટઈન્ડીઝે પહેલા બેટિંગ કરીને ભારત સામે જીતવા માટે 312 રનનું લક્ષ્ય રાખ્યું હતું.

- Advertisement -

ટીમ ઈન્ડિયાએ શ્રેયસ અય્યર, સંજૂ સેમસનની 50 બાદ અક્ષરના અણનમ 64 રનની મદદથી 49.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે મેચની સીરિઝમાં 2-0થી અણનમ બઢત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ટીમને સતત 12મી સીરિઝમાં માત આપી છે. 35 બોલમાં અણનમ 64 રનની ઈનિંગ રમનારા અક્ષર પટેલને ’મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલ સિવાય શ્રેયસ અય્યરે 63 તથા સંજુ સેમસને 54 રન બનાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular