ગઈકાલે આપણે બજાર માટે વાત કરેલી કે બજારમાં ટૂંકા ગાળાનો ટ્રેન્ડ કરેક્ટીવ છે અને સ્પેસિફિક કંપનીઓમાં તેજીનો માહોલ જોવા મળશે. તે મુજબ નિફ્ટીમાં ઉપરના ભાવમાં વેચવાલી આવતી જોવાય છે.

ચાર્ટ ઉપર 15375 અને 14975 આ બે ટોપ અને લોઅર ટોપને જોડતી પ્રતિકાર રેખા તેજીમાં બાધા રૂપ બને છે. સાથે 14900 અને 14975 ને જોડતા અને નીચેની 14261 અને 14490 ને જોડતા બનતી આધાર રેખા “રાઇઝિંગ વેજની” પેટર્ન બનાવે છે. તે મુજબ 14620 નીચે નવી ખરાબી આવે અને 14475 તૂટે તો 14260 ના રસ્તા ખુલે. તો બીજીબાજુ 14850 ઉપર 14950 સુધી લેવલ આવે.
નિફ્ટી ઉપરના લેવલ 14792 — 14815 — 14846 – 14876 – 14907 – 14937
નિફ્ટી નીચેના લેવલ 14762 — 14739 — 14708 – 14678 – 14648 – 14618

ગઈકાલેનું અપડેટ: અત્રેથી ભારતી એરટેલ રૂ 530 પાસે ખરીદવાની વાત કરેલી હજી તેજી સાચવો અને સ્ટોપલોસ 530 રાખો.
સાથે બીજી કંપની સિગ્નિટેક રૂ 344 પાસે ખરીદવા જણાવેલ તે 12.74 ટકાના સુધારે રૂ 400 બંધ આવેલ છે હવે ટુકડે ટુકડે નફો બુક કરોવ. અને સિગરેટ એક-બે ખરીદવા માટે ભલામણ કરેલી અને બન્નેમાં એક ટકાથી લઈને ૧૩ ટકાનો સુધારો જોવાયો સિગનેટ હજી પણ રોકાણ સાચવવું અને વધુ ઘટે સુધારો આગળ વધતો જોવા છે ટુકડે ટુકડે નફો પણ કરતા રહેવું. વડઘટે રૂ 450 થી રૂ 500 જોવા મળી શકે. સ્ટોપલોસ રૂ 380.
હવે આજે આજનું બજાર જોતા ગ્રૅનુંલ્સ ખરીદવા માટે અને અદાણી ગ્રીન રૂ 1203 પાસે ખરીદવાની ચાર્ટની રૂખ છે.
ગ્રૅનુંલ્સ રૂ 336 આ આ કંપનીમાં ટૂંકા ગાળા માટે કોન્સોલિડેટ થયા પછી તેજી તરફ બ્રેકઆઉટ જોવાય છે આર એસ આઈ ઇન્ડિકેટર સતત પોઝીટીવ ડાયવર્ઝન બતાવી રહ્યું છે આથી આવનારા દિવસોમાં આ કંપનીમાં સુધારાની ચાલ આગળ વધતી જોવા મળી શકે હાલના તબક્કે રૂપિયા 320 ના સ્ટોપલોસથી ઘટાડામાં ખરીદવાનું વિચારી શકાય નજીકના દિવસોમાં વધઘટે 350 થી 365 આસપાસનો ભાવ જોવા મળી શકે. ટ્રેડિંગ લેવલ 337 – 342 — 346 — 351 — 356 — 360 સ્ટોપ લોસ્સ 320

અદાણી ગ્રીન: બંધ ભાવ રૂ 1203: 1340 ના ઊંચા ભાવથી ઘડાડાની ચાલ જોવાય બાદ નીચામાં રૂ 1099 ની બોટમ બનાવીને હવે નવેસરથી ખરીદવાના સંકેત મળે છે. રૂ 1160 ના સ્ટોપ થી નવી ખરીદ કરી શકાય. રૂ 1210 ઉપર જતા લઈ શકાય અને તો વધઘટે સુધારો જોવાય.

ટ્રેડિગ લેવલ. 1210 ઉપર 1215 – 1224 – 1233 – 1241 – 1250 શક્યતા.