View this post on Instagram
જામનગર રેલવે સ્ટેશન પર આજે પડેલા વરસાદના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્ટેશનના પ્લેટફોર્મ પર જ્યાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, ત્યાં પાણીના રેલા ફરી વળતા બેઠેલા અને ઊભા રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
પ્લેટફોર્મ પર યોગ્ય ડ્રેનેજ ન હોવાને કારણે વરસાદી પાણી રોકાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક મુસાફરો તથા પ્રવાસીઓએ તંત્ર સામે આ વ્યવસ્થા બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સુધારાની માંગ કરી હતી.
જામનગર રેલવે સ્ટેશનની વસ્તી તથા પ્રવાસીઓની સંખ્યા ધ્યાને લઇ, આવા સંજોગોમાં તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને સમયસર ડ્રેનેજની વ્યવસ્થા જરૂરી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે