ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીકના દિવસોમાં આવી રહી છે. ત્યારે સીબીએસઈ અને ગુજરાત બોર્ડના વિદ્યર્થીઓ ઉંધામાથે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શું આપને પણ બોર્ડની પરીક્ષામાં 95 ટકાથી વધુ ગુણ મેળવવા છે ? તો આ વ્યુહરચનાને અનુસરો.

સીબીએસઈ બોર્ડની 15 ફેબ્રુઆરી તેમજ ગુજરાત બોર્ડની 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઇને વિદ્યર્થીઓમાં ભારે ટેન્શન જોવા મળી રહ્યું છે. પરંતુ કેટલીક બાબતોને ધ્યાને રાખીએ તો વિદ્યર્થીઓ બોર્ડની પરીક્ષામાં 95 ટકા થી વધુ ગુણ મેળવી શકે છે. તો ચાલો તૈયારી માટે શ્રેષ્ઠ ફોર્મ્યુલા જાણીએ..
1. ટામમ ટેબલ બનાવવું: હવે તૈયારી માટે થોડા દિવસો બાકી છે તેથી રીવીઝન માટે એક ફીકસ ટાઈમટેબલ નાવવું જોઇએ. બધા વિષય માટે એક નિશ્ચિત સમય પત્રક બનાવો અને તેનું ચૂસ્તપણે પાલન કરો.
2. દરેક વિષયના વિષયો પર ધ્યાન આપો: તમારે પરીક્ષા માટે બાકી રહેલા દિવસોમાં યોગ્ય રીતે આવરી લેવા જોઇએ. આ સમયે ફકત મુશ્કેલ વિષયો પર ધ્યન કેન્દ્રીત કરો. અને કોઇપણ વિષયમાં કોઇ સમસ્ય હોય તો તેને બરાબર સમજો.
3. દરરોજ મોક ટેસ્ટ આપો: પરીક્ષાના થોડા દિવસો પહેલાં નિયમિતપણે મોક ટેસ્ટ આપવો જરૂરી છે. તમજ છેલ્લાં કેટલાંક વર્ષોના પ્રશ્નપત્રો ઉકેલો. જેથી પરીક્ષાની પેર્ટન સમજવામાં મદદ મળશે.
4. અભ્યાસ વચ્ચે બ્રેક લેવાનું: સમયાંતરે બ્રેક લેવાથી મન અને મગજને તાજગી મળે છે. આ ઉપરાંત તમારા ખાનપાન અને સારી ઉંઘનું પણ ધ્યન આપવું જરૂરી છે.
5. ગોખવાને બદલે તેને સમજો: ગોખેલું ભૂલાશે પેર્ટન તૂટશે તો અચકાશે પરંતુ સમજેલું ભુલાશે નહીં. માટે રટણ શીખવાને બદલે સમજીને યાદ રાખો.
આમ, આટલ નાની નાની બાબતો પર ધ્યાન રાખશો અને તૈયારી કરશો તો આપને ખોટું ટેન્શન નહીં અવે. અને સરળતાથી સંપૂર્ણ તૈયાારી કરી શકશો.