લાલપુર તાલુકાના વડપાંચસરા ગામમાં માતાની જાણ બહાર કોર્ટ મેરેજ કર્યાનો પુત્રીને ઠપકો આપતો આ બાબતનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીનું જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, લાપુર તાલુકાના વડપાંચસરા ગામમાં રહેતી રવિનાબેન મલાભાઇ સાડમીયા (ઉ.વ.19) નામની યુવતીએ તેની માતાની જાણ બહાર મલાભાઈ સાથે કોર્ટમેરેજ કરી લીધા હતા. અને આ બાબતની જાણ થતા યુવતીની માતાએ લગ્ન બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું મનમાં લાગી આવતા રવિનાબેન સાડમીયા નામની યુવતીએ ગત તા.14 જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસે સવારના સમયે ઘરના વાડામાં પડેલી ઝેરી દવાની બોટલમાંથી બે – ત્રણ ઘુટડ ગટગટાવી જતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાાર દરમિયાન સોમવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ મલાભાઈ દ્વારા જાણ કરાતા એએસપી પ્રતિભા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.