Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગર-દ્વારકા જિલ્લામાં પણ રસીના ડોઝના આંકડાઓમાં તફાવત !

જામનગર-દ્વારકા જિલ્લામાં પણ રસીના ડોઝના આંકડાઓમાં તફાવત !

જામનગર-દ્વારકા સહિત રાજયના 15 જિલ્લાઓમાં પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા વિના તંત્રોએ લોકોને 1.87 લાખ રસીના ડોઝ આપી દીધાં !: જામનગર સહિતના કેટલાંક જિલ્લાઓમાં રસીકરણ બંધ !

- Advertisement -

રાજ્યમાં રસીકરણની ઝુંબેશ પુરજોશથી ચાલી રહી છે તેવામાં ઘણા જિલ્લાઓમાં રસીકરણના આંક જાહેર કરવામાં ગોબાચારી સામે આવી છે. રસી આપતા પહેલા કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને પછી રસી આપવાની હોય છે અને પછી તેનો એક આંક રાજ્યના આરોગ્ય વિભાગને પણ ઓનલાઇન ગૂગલ શીટમાં ભરીને દેવાનો હોય છે. રાજ્યના 15 જિલ્લાઓએ કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા વગર રસીના ઘણા ડોઝ આપી દીધા છે.

- Advertisement -

રસીકરણનો ટાર્ગેટ અપાયો છે અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટાર્ગેટ પૂરો ન થતો હોઈ અમુક સેન્ટરના અધિકારીઓ ગૂગલ શીટ પર આંકડાઓની માયાજાળ રચી નાખી હતી. ચોપડે આ બધું યોગ્ય જ રહ્યું હતું પણ જ્યારે કેન્દ્રમાંથી કો-વિન પોર્ટલના ડેટા જાહેર કરાયા અને રસીકરણનો પ્રોગ્રેસ માગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કો-વિન પોર્ટલ કરતા રાજ્ય સરકારના ચોપડે 1.87 લાખ ડોઝ વધુ નોંધાયા છે. જેનો સ્પષ્ટ અર્થ થયો કે રજિસ્ટ્રેશન વગર આટલા પ્રથમ ડોઝ અપાયા છે જે કેન્દ્રના નિયમ વિરુદ્ધ છે.

ફરક એટલો મોટો આવ્યો છે કે તેને ડેટા એન્ટ્રીમાં રહેલી ભૂલ પણ ગણી શકાય નહિ કારણ કે, ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય તો ગૂગલ શીટમાં ઓછી એન્ટ્રી થાય. અહીં ઊંધુ થતા જામનગર, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ આંકડાઓનો તાળો એટલે કે રજિસ્ટ્રેશન પૂરતા ન થાય ત્યાં સુધી રસી ન આપવાનો નિર્ણય કરાયો છે. આ જ કારણે રાજકોટમાં સોમવારે રાત્રે સૌરાષ્ટ્ર માટે આવેલો 1 લાખ રસીના ડોઝમાંથી આ જિલ્લાઓને એકપણ ડોઝ અપાયો નથી.

- Advertisement -

સમગ્ર વેક્સિનેશનની જવાબદારી સંભાળતા સ્ટેટ ઈમ્યૂનાઈઝેશન અધિકારી ડો. જાનીને ડેટા મિસમેચ અંગે પૂછતા તેઓએ રાજ્યભરમાં માત્ર 10,000નો જ તફાવત છે તેમજ તે ઝડપથી થઈ રહ્યો છે તેવું કહ્યું હતું. કો-વિન પોર્ટલ પર પહેલા એન્ટ્રી ફરજિયાત છે તો હવે રસી મુકાયા બાદ કઈ રીતે રજિસ્ટ્રેશન થાય તે મુદ્દે તેઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો તેથી જ્યારે તમામ જિલ્લાઓનો તફાવત કહ્યો તો જવાબ આપ્યો કે ‘મને અત્યારે બધાના આંકડા યાદ નથી પણ તે ઓછો છે.’ લેટેસ્ટ ડેટા માગ્યો તો ‘હમણા આપું છું’ તેટલું કહ્યું હતું. રિમાઈન્ડર આપવા છતાં અધિકારીએ આખરી સ્થિતિનો ડેટા આપ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular