Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરવડોદરા-જામનગર સુપર ફાસ્ટ ઇન્ટરસિટી સ્પેશિયલ ટ્રેન પુન: શરૂ

વડોદરા-જામનગર સુપર ફાસ્ટ ઇન્ટરસિટી સ્પેશિયલ ટ્રેન પુન: શરૂ

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગણીઓને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે વડોદરા અને જામનગર વચ્ચે સુપરફાસ્ટ ઇન્ટરસિટી સ્પેશિયલ ટ્રેનને પુન:શરુ કરવામાં આવશે.

રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, ટ્રેન નં. 02959 વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 20 સપ્ટેમ્બરથી આગળની સૂચના સુધી દૈનિક ધોરણે ચાલુ કરવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નં. 02960 જામનગર – વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ 21 સપ્ટેમ્બર થી આગળની સૂચના સુધી દૈનિક ધોરણે પુન: શરુ કરવામાં આવશે.

ટ્રેન નંબર 02959 અને 02960 માટે બુકિંગ 17 સપ્ટેમ્બર, 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત વિશેષ ટ્રેનો સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો હશે. મુસાફરો ખાસ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટેwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર ક્ધફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular