Monday, April 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહવે Paytm મારફતે પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે

હવે Paytm મારફતે પણ વેક્સિન સ્લોટ બુક કરાવી શકાશે

દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસિકરણ શરુ થઇ ગયું છે. પરંતુ 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સીન લેવા માટે ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં કોવિન અને આરોગ્ય સેતુ એપ પર વેક્સીન સ્લોટ બુક કરવાની સુવિધા આપવામાં આવી છે. હવે આ સુવિધા Paytm માં પણ ઉપલબ્ધ છે. ડિજિટલ પેમેન્ટની કંપનીએ સોમવારે પોતાની એપ પર વેક્સીન અપોઈન્ટમેન્ટ બુક કરાવવાની સુવિધા લોન્ચ કરી દીધી. પેટીએમે કહ્યું કે તેના યૂઝર્સ હવે એપ પર ઉપલબ્ધ સ્લોટ શોધવાની સાથે જ વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકશે.

- Advertisement -

ઈ વોલેટ કંપની પેટીએમની મદદથી  સરળતાથી મોબાઈલમાં સરળતાથી વેક્સિનેસન માટે સ્લોટ બુક કરાવી શકાશે. આ પગલું કોરોના રસીકરણને ઝડપી બનાવવા માટે લેવામાં આવી રહ્યું છે. આ અંગે કોવિન એપના વડા આર.એસ. શર્માએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના રસીકરણને સરળ બનાવવા અને વેગ આપવા માટે પેટીએમ, મેકમેરાટ્રીપ અને ઇન્ફોસીસ ઉપરાંત, ડઝનથી વધુ ડિજિટલ કંપનીઓને રસીકરણના સ્લોટ બુકિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.

Paytmએ એક નિવેદનમાં કહ્યું કે પેટીએમ યૂઝર્સ હવે Paytm Appના માધ્યમથી નજીકના સેન્ટર પર કોવેક્સીન અને કોવિશીલ્ડ બંને વેક્સીન માટે સર્ચ કરી શકે છે. જેમાં સ્લોટ પણ શોધી શકાશે અને અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકાશે. આ સેવા ભારતીયોને વેક્સીનેશન સ્લોટ બુક કરી ઈમ્યૂનિટી પ્રાપ્ત કરવા અને હાલના સમયમાં મહામારી સાથે શોધવામાં મદદ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular