Sunday, July 13, 2025
Homeસમાચારરાષ્ટ્રીયલ્યો હવે....ટુ વ્હીલર ચાલકોને પણ ભરવો પડશે ટોલ ટેક્સ..???

લ્યો હવે….ટુ વ્હીલર ચાલકોને પણ ભરવો પડશે ટોલ ટેક્સ..???

શું કહ્યું નીતિન ગડકરી એ ???

ટોલ ટેક્સ વસુલાતમાં સરકાર હવે એક ડગલું આગળ વધી રહી છે. સરકાર ના સુત્રો અનુસાર આગામી ટૂંક સમયમાં નેશનલ હાઈવે નો ઉપયોગ કરતા ટુ-વ્હીલર વાહન ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવામાં આવશે. સરકારના આ પ્રકારના નિર્ણયથી ટુ-વ્હીલર ચાલકો પર પણ ટેક્સનો બોજ વધી શકે છે. જો કે સરકારે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી પરંતુ માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા આ અંગેની ચર્ચાઓ અને રૂપરેખા તૈયાર કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.

- Advertisement -

અમુક મીડિયા રીપોર્ટસ અનુસાર આગામી 15 જુલાઈ, 2025થી હાઈવે પર ટુવ્હિલર હંકારવા માટે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એનો અર્થ એ થયો કે ટુ-વ્હીલર ચાલકોએ પણ પોતાના વહન પર FASTag ચોંટાડવું પડશે. જોકે આવા વાહન ચાલકો પાસેથી કેટલો ટેક્સ વસુલવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માળખું હજુ સુધી તૈયાર થયું નથી પરંતુ આગામી સપ્તાહમાં ટેક્સનું માળખું પણ તૈયાર કરી લેવામાં આવશે. ત્યારબાદ તેની અમલવારી શરુ કરવામાં આવશે. પરંતુ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સમાચારો ને અફવા ગણાવી હતી અને સોસીયલ મીડિયા X પર આ અંગે જાણકારી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular