જામનગર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસેથી પસાર થતા બે શખ્સોને પોલીસે આંતરીને તલાસી લેતા તેમની પાસેથી દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી હતી. જામનગર તાલુકાના નાઘેડી ગામમાં અવધનગરી સોસાયટીમાં રહેતાં શખ્સના મકાનમાંથી 600 એમ.એલ. દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના બેડેશ્ર્વરમાં ઈદગાહ પાસેથી એક શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, પ્રથમ દરોડો જામનગર તાલુકાના સમાણા ધોરીમાર્ગ પર આવેલા ગંગાવાવ આશ્રમ પાસેથી પસાર થતા ઉદય હિતેશ ગંઢા, સુમિત સુનિલ મંધીણિયા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.9,500ની કિંમતની 19 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દરેડમાં રહેતાં ભાવેશ નામના શખ્સ દ્વારા સપ્લાય કર્યો હોવાનું જણાતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના બેડેેશ્ર્વર વિસ્તારમાં ઈદગાહ રોડ પરથી પસાર થતા સલીમ અબ્દુલ ધુમરા નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા. 850 ની દારૂની બોટલ મળી આવતા પોલીસે સલીમની પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ નામાંશુકુમારસિંહ વકિલસિંહ પાસેથી બોટલ ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં અવધનગરી સોસાયટીમાં રહેતાં દિપક લીલા મોઢવાડિયા નામના શખ્સના મકાનમાંથી પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા 600 એમ.એલ. દારૂનો જથ્થો ભરેલી બોટલ મળી આવતા દિપકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.