દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર વસઈ ગામની સીમમાં એક આસામીના ખેતરની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં કેટલાક શખ્સો દ્વારા દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ સ્ટાફને મળતા આ અંગે દ્વારકા પોલીસે ગત સાંજે અહીં દરોડો પાડ્યો હતો.
સરકારી ખરાબામાં બાવળની ઝાળીઓમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તૈયાર કરી, દારૂ બનાવતા વસઈ ગામના બે શખ્સો અજુભા જેઠાભા જામ અને વેજાભા રાધાભા માણેક નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે 350 લીટર દેશી દારૂ, 1850 લીટર દારુ બનાવવાનો આથો, પાંચ ગેસ સિલિન્ડર, બેરલ, ગરણી, તાંબાની નળી, અખાદ્ય ગોળના 30 ડબ્બા, વિગેરે મળી, કુલ રૂપિયા 1,35,290 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, અન્ય એક શખ્સ લખમણભા નથુભા માણેકને હાલ ફરાર જાહેર કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.