કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામમાં રહેતો યુવાન મકરસંક્રાતિના તહેવારના દિવસે તેના કાકા સાથે બાઇક પર જામનગર જતા હતા તે દરમ્યાન મોટી માટલી નજીક રાધે હોટલ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરપાટ બે ફિકરાઇથી આવી રહેલા એકિટવા ચાલકે સાઇડ કાપવા સમયે કાબુ ગુમાવી દેતાં બાઇક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં એકિટવા ચાલક અને બાઇકસવાર બન્નેના મોત નિપજયા હતા.
અકસ્માતમાં બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામમાં રહેતો સાગર રમેશભાઇ વસોયા (ઉ.વર્ષ 27) નામનો યુવાન તેના કાકા રામજીભાઇ નરસીભાઇ વસોયા સાથે મકરસંકાતિના દિવસે રવિવારે સાંજના સમયે હરિપરથી જી.જે10એએ-9215 નંબરના બાઇક પર તેના ઘરે જામનગર જતા હતા તે દરમ્યાન મોટી માટલી ગામ પાસે આવેલી રાધે હોટલ નજીક પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા જીજે-10 સી જે 9029 નંબરના એકિટવા ચાલકે ઓવરટેઇક કરવા જતા સમયે કાબુ ગુમાવી દેતાં સામેથી આવી રહેલાં સાગરના બાઇક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રામજીભાઇ નરશીભાઇ વસોયાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજયું હતું.
જયારે એકિટવા ચાલક આશિષ દિનેશભાઇ ડોલતાણી (ઉ.વર્ષ 23) નામના યુવકને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. અકસ્માતના બનાવ અંગેની સાગર દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચ જઇ બન્નેના મૃતદેહનો કબજો સંભાળી એકટિવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.