Thursday, April 18, 2024
Homeરાજ્યકાલાવડમાં વધુ બે ઈંચ અને મોટા વડાળામાં અઢી ઈંચ વરસાદ

કાલાવડમાં વધુ બે ઈંચ અને મોટા વડાળામાં અઢી ઈંચ વરસાદ

મોટાવડાળામાં અઢી ઈંચ અને નવાગામમાં બે ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે અને આગાહી મુજબ મંગળવારની રાત્રિથી વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં રાત્રિના બે થી સવારે છ વાગ્યા સુધીમાં બે ઈંચ અને જામજોધપુરમાં દોઢ ઇંચ તેમજ મોટાવડાળામાં અઢી ઈંચ તથા નવાગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મંગળવારે મધ્યરાત્રિથી વીજળીના ચમકારા અને કડાકાભડાકા સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. તેમાં જામનગર શહેર અને જિલ્લામાં મધ્યરાત્રિના જ વીજળીના ચમકારા સાથે વરસાદનો પ્રારંભ થયો હતો તેમાં કાલાવડ ગામમાં ગઈકાલ રાત્રિના 2 વાગ્યાથી આજેસવારે 10 વાગ્યા સુધીના સમયમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુરમાં પવન અને વીજળીના ચમકારા સાથે દોઢ ઈંચ પાણી વરસ્યું હતું તથા લાલપુરમાં જોરદાર ઝાપટું અને જામનગર શહેરમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાલાવડ તાલુકાના મોટા વડાળામાં અઢી ઈંચ પાણી પડયું હતું જ્યારે નવાગામમાં બે ઈંચ અને તેમજ લાલપુર તાલુકાના મોટા ખડબામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે જામનગર તાલુકાના ધુતારપર, જામજોધપુરના સમાણામાં દોઢ-દોઢ ઈંચ અને કાલાવડના નિકાવામાં ખરેડી, જામજોધપુરના ધ્રાફા-શેઠવડાળા, જામનગરના જામવંથલીમાં એક-એક ઈંચ પાણી પડયું છે તથા જામજોધપુરના વાંસજાળિયા-જામવાડી-પરડવા અને જામનગરના મોટી બાણુંગાર, કાલાવડના ભ.બેરાજામાં વધુ અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો અને જાલિયાદેવાણી, લૈયારા, જામજોધપુરના ધુનડા, લાલપુરના પીપરટોડા, ભણગોર, મોડપરમાં સામાન્ય ઝાપટાં પડયાના અહેવાલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular