જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતાં અને ડ્રાઇવિંગ કરતા યુવાનને વિશ્વાસમાં લઇ લલચાવી ફોસલાવી મકાનની લોન મંજૂર કરાવી આપવાના બહાને જામનગર અને દ્વારકાના બે શખ્સોએ રૂા. 60,800 પડાવી લીધા હતા.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવ ગામની ધીંગેશ્વર સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા ખીમાભાઇ મંગાભાઇ સોલંકી (ઉ.વ.27) નામના યુવાનને મકાનની લોન મંજૂર કરાવી દેવાના બહાને જામનગરના ટાઉનહોલ પાસે આવેલા ક્રેસ કોર્નર કોમ્પ્લેક્ષમાં મૂળ દ્વારકાના અને હાલ જામનગરના ધનરાજ ઉર્ફે રાજ મનોદ દત્તાણી અને વિવેક બિપીન વેગડ નામના બે શખ્સોએ ખીમાભાઇને વિશ્વાસમાં લઇ લલચાવી ફોસલાવી મકાનની લોન મંજૂર કરાવી આપવાના બહાને રૂા. 60,800 પડાવી લીધા હતા. આ લોન મંજૂર ન કરાવી ખોટા બનાવટી ચેકની ઝેરોક્ષ નકલ આપી, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરી હતી. ખીમાભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.