Saturday, October 12, 2024
Homeરાષ્ટ્રીયપંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ નિમીતે વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલી

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જયંતિ નિમીતે વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલી

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા શાંતિવનમાં સમાધીપર પુષ્પ અર્પિત કરી શ્રદ્ધાંજલી અર્પણ

- Advertisement -

- Advertisement -

ભારતની સ્વતંત્રતા બાદ દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની આજે જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશના પ્રથમ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરૂજીને તેમની જયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પંડિત જવાહરલાલ નેહરૂની જયંતિ પર કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ દિલ્હી સ્થિત શાંતિ વન પહોંચીને તેમની સમાધિ પર પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પંડિત નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ (પ્રયાગરાજ) ખાતે થયો હતો. પંડિત નેહરૂને બાળકો સાથે ખૂબ જ લગાવ હતો. બાળકો તેમને ચાચા નેહરૂ કહીને બોલાવતા હતા. પંડિત નેહરૂની જયંતિ બાલ દિવસ તરીકે પણ ઉજવાય છે. 1964ના વર્ષમાં પંડિત નેહરૂના અવસાન બાદ તેમની જયંતિના દિવસને બાલ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. પંડિત નેહરૂ 1947ના વર્ષમાં દેશની આઝાદી બાદ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1964ના વર્ષમાં તેમના મૃત્યુ સુધી વડાપ્રધાન પદે જળવાઈ રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular