Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં કોરોનાના કેસમાં આજે મોટો ઉછાળો

દેશમાં કોરોનાના કેસમાં આજે મોટો ઉછાળો

ઓમીક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 961 : ગુજરાત ત્રીજા સ્થાને

- Advertisement -

કોરોના અને તેનું નવું વેરિએન્ટ ઓમિક્રૉન દેશમાં ઝડપથી પ્રસરી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે રાજઘાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. તો ગુજરાતમાં પણ પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 13154 કેસ નોંધાયા છે.

- Advertisement -

એક દિવસમાં 13,154 લોકો કોરોના સંક્રમિત થતા ભારતમાં COVID-19 કેસની કુલ સંખ્યા વધીને 3,48,22,040 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 82,402 થઈ ગયા છે. તો 268 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃતક આંક વધીને 4,80,860 થયો છે. છેલ્લા 63 દિવસથી દેશમાં કોરોનાના કેસ 15000થી ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ આજે કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના 9195 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 4000 કેસનો વધારો થયો છે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રૉનનું સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. તેની સાથે જ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ઓમીક્રોનના કેસ વધીને 961 થયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દેશના 961 કેસ પૈકી કુલ 320 ઓમીક્રોન સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા છે. ગુજરાત ઓમીક્રોનના 97 કેસ સાથે મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ત્રીજા ક્રમે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular