Sunday, October 1, 2023
Homeરાજ્યજામનગરદિગ્વીજય ગ્રામમાં બે પરિવારો વચ્ચે સામસામી મારામારીમાં ત્રણ ઘવાયા

દિગ્વીજય ગ્રામમાં બે પરિવારો વચ્ચે સામસામી મારામારીમાં ત્રણ ઘવાયા

- Advertisement -

જામનગર તાલુકાના દિગ્વીજય ગ્રામમાં બે પરિવારો વચ્ચે સામસામા અપશબ્દો બોલી ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી થયેલા હુમલામાં ત્રણ જેટલા ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દિગ્વીજય ગ્રામ કારાભુંગા વિસ્તારમાં રહેતા પુષ્પાબેન વાલજીભાઇ ચૌહાણ નામના મહિલા ઉપર શનિવારે રાત્રિના સમયે જગદીશ વાલજી ચૌહાણ, પ્રવિણ ગાંગા ધુડિયા, અમૃતાબેન પ્રવિણ, રેખાબેન જગદીશ ચૌહાણ, સોમીબેન ગાંગાભાઈ, કંચનબેન, જયેશભાઈ, હસમુખભાઈ સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફડાકા મારી અપશબ્દો કહ્યાં હતાં. ત્યારે સામાપક્ષે અંબિકાબેન ઉર્ફે અમૃતાબેન પ્રવિણ ધુડિયા નામની મહિલા અને તેણીના પતિ પ્રવિણભાઈ ઉપર પુષ્પાબેન ચૌહાણ, સોમીબેન ચૌહાણ, ધર્મેન્દ્ર ચૌહાણ અને વાલજી ચૌહાણ નામના ચાર શખ્સોએ એકસંપ કરી ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી પતિ ઉપર કુહાડાનો ઘા મારી ઈજા પહોંચાડી હતી.

સામસામા કરાયેલા હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એસ ડી જાડેજા તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular