Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝબ્બે

જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝબ્બે

નાગેશ્વર નજીકથી દારૂ-બીયર સાથે બે શખ્સોની ધરપકડ : પટેલ કોલોનીમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં રણમલ તળાવ રોડ પરથી પસાર થતી ઈકો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.11000 ની કિંમતની 22 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે બે શખ્સોને દબોચી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી હતી. જામનગરના નાગેશ્ર્વર સ્મશાન પાસેથી બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ અને રૂા.600 ની કિંમતની ચાર નંગ બીયર મળી આવતા પોલીસે રૂા.30,000 ની કિંમતનું બાઈક સહિત કુલ રૂા.36,600 ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી. જામનગરના પટેલ કોલોનીમાંથી એક શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના રણમલ તળાવના પાંચ નંબરના પ્રવેશદ્વાર સામેના રોડ પરથી પસાર થતી જીજે-36-આર-3269 નંબરની ઈકો કારને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.11000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 22 બોટલ મળી આવતા પોલીસે કિરીટ ઉર્ફે કીલીયો ધીરુ વરાણીયા અને ચેતન ઉર્ફે ઠાકોર ભરત વરાણીયા નામના બે શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.દોઢ લાખની કિંમતની કાર અને દારૂન જથ્થો મળી કુલ રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો નયન ઉર્ફે નેભો સુવા અને ભાર્ગવ ઉર્ફે ભાણેજ ગઢવી નામના બે શખ્સો દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફીયત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરના નાગેશ્ર્વર સ્મશાન પાસેથી બાઈક પર પસાર થતા બે શખ્સોને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા અર્જુનસિંહ પ્રદિપસિંહ જાડેજા અને રાજવીર ઉર્ફે રાજ પટેલ હેમંત મારકણા નામના બે શખ્સો પાસે રૂા.6000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 12 બોટલ અને રૂા.600 ની કિંમતની ચાર નંગ બીયર મળી આવતા પોલીસે રૂા.30,000 ની કિંમતનું બાઈક સહિત કુલ રૂા.36,600 ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.6 માંથી પસાર થતા હરદીપસિંહ સંજયસિંહ જાડેજા નામના શખ્સને સીટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા કબ્જે કરી ધરપકડ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular