Saturday, October 12, 2024
Homeરાજ્યગુજરાતનેશનલ હાઇ-વે ઓથોરિટીની લાલિયાવાડીને કારણે દરરોજ હજારો વાહન ચાલકો પરેશાન

નેશનલ હાઇ-વે ઓથોરિટીની લાલિયાવાડીને કારણે દરરોજ હજારો વાહન ચાલકો પરેશાન

જામનગર-કંડલા કોસ્ટલ હાઇ-વે પર ગાબડાં : તંત્ર અને કોન્ટ્રાકટર ઉદાસીન

- Advertisement -

જામનગર અને કંડલા વચ્ચે ચોવીસેય કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. જામનગરના અર્થતંત્ર માટે આ કોસ્ટલ હાઇ-વે ખૂબ જ મહત્વનો છે અને આ માર્ગ પરથી પસાર થતાં બ્રાસપાર્ટ સહિતના ઉદ્યોગોના વાહનો જે વ્યવસાયીઓના હોય છે તે ધંધાર્થીઓ સરકારને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ટેકસની આવક આપે છે. આમ છતાં આ ધંધાર્થીઓની તકલીફ યથાવત્ છે. જેની પાછળ નેશનલ હાઇ-વે ઓથોરિટીની લાલિયાવાડી તથા કોન્ટ્રાકટર કંપની દ્વારા થતો વિલંબ કારણભૂત હોવાની ચર્ચા ઉઠી છે.

- Advertisement -

જામનગર-કંડલા કોસ્ટલ હાઇ-વે પર મોરબી જિલ્લાના આમરણથી થાવરિયા દાદાની જગ્યા સુધીનો 3 કિલો મીટરનો માર્ગ તથા પીપળીયાથી હજનારી સુધીનો 8 કિમીનો માર્ગ અતિશય બિસ્માર સ્થિતિમાં છે. જેને પરિણામે ક્ધટેઇનર તથા હેવી ટેન્કરો સહિતના ભારે વાહનોના ચાલકોને ભયાનક માનસિક ત્રાસ સહન કરવો પડે છે. આ બિસ્માર માર્ગના કારણે ભારે વાહનોમાં મોટી નુકસાની અને અકસ્માતોના બનાવો બનવાની પણ ભીતિ રહેતી હોય છે. આમ છતાં લાંબા સમયથી હાઇ-વે ઓથોરિટી આ સમસ્યા પર ધ્યાન આપતી નથી.

આ માર્ગની દેખરેખ અને સમારકામની જવાબદારી માટે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારે સંકલન કરવાનું હોય છે. ભૂતકાળમાં નાણાંમંત્રી નીતિન પટેલના કાર્યકાળમાં આ માર્ગમાં રિકાર્પેટના કામને મંજૂરી મળી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલાં ગુજરાતમાં સરકાર બદલાઇ ગઇ તે પછી નવા માર્ગ મકાન મંત્રી સમક્ષ પણ વોટ્સએપ દ્વારા આ માર્ગની સ્થિતિ અંગે રજૂઆત થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માર્ગની જાળવણીની જવાબદારી નેશનલ હાઇ-વે ઓથોરિટી પાસે છે અને આ સતાવાળાઓ આ કામ માટેના કોન્ટ્રાકટર પાસે આ કામ કરાવવા જવાબદાર છે. પરંતું છેલ્લાં એક-સવા વર્ષથી કોન્ટ્રાકટર કંપનીના પ્રોજેકટ ઓફિસર દ્વારા આ કામ પર ધ્યાન આપવામાં આવતું ન હોય હજારો વાહનચાલકો ખુબ જ પરેશાની અનુભવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular