કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાની પુસ્તક ‘લાલ સલામ’ના પ્રમોશન માટે કપિલ શર્મા શો ના સેટ પર પહોચ્યા હતા. પરંતુ સ્મૃતિ ઈરાનીને સેટ પરના ગાર્ડ ઓળખી ન શકતા નારાજ થયેલ મંત્રી શૂટ કર્યા વગર જ પરત ફર્યા હતા. આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના ડ્રાઈવર અને બે લોકોની ટીમ સાથે કપિલ શર્મા શો માં પોતાની પુસ્તક લાલ સલામના પ્રમોશનના શૂટ માટે પહોચ્યા હતા. એન્ટ્રસ ગેટ પર ત્યાંના સિક્યોરિટી ગાર્ડ અન્ના તેમને ઓળખી ન શક્યા અને તેમને અંદર જવા દીધા નહીં. સ્મૃતિ ઈરાનીએ મનાવવાની કોશિશ કરી અને કહ્યું કે તેઓ શૂટ માટે આવ્યા છે અને શોના સ્પેશિયલ ગેસ્ટ છે. તેના પર ગાર્ડે કહ્યું, અમને કોઈ આદેશ નથી મળ્યો, સોરી મેડમ તમે અંદર નહીં જઈ શકો.આ જ સમયે ઝોમેટોનો ડિલિવરી બોય ત્યાં અંદર કલાકારો માટે ફૂડ પેકેટની ડિલિવરી આપવા આવ્યો હતો, ગાર્ડે તેને પૂછ્યા વગર જવા દીધો. આ અંગે કેન્દ્રીય મંત્રી ઘણા ગુસ્સે થયા હતા અને શૂટ કર્યા વગર જ પરત ફર્યા.
બાદમાં પ્રોડક્શન ટીમના સતત પ્રયાસો બાદ પણ સ્મૃતિ ઈરાનીને શૂટિંગ પર પરત ફરવા મનાવ્યા પણ તેઓ માન્યા નહી. જ્યારે સિક્યોરિટી ગાર્ડને એ વાતની ખબર પડી કે તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હતા, તો ગભરાયને સેટ પરથી ભાગી ગયો. તેને પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે.