પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે તેની તપાસ ચાલી રહી છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે મોડી રાત્રે આ ફરિયાદ નોંધાવી હતી.
આ ધમકી ISISના કાશ્મીર તરફથી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. ગંભીરને મંગળવારે રાત્રે લગભગ 9 વાગે આ ઈ-મેલ મળ્યો હતો. જેમાં તેમના પરિવારના સભ્યોની પણ હત્યા કરી નાખીશું તેમ લખ્યું છે. સુરક્ષા એજન્સીઓ તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને સાયબર સેલે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ડિસેમ્બર 2019માં પણ ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આંતરરાષ્ટ્રીય નંબર પરથી ફોન પર ધમકીઓ મળ્યા બાદ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જે ફરી ISIS કશ્મીર તરફથી ધમકીઓ મળી છે.