Monday, October 14, 2024
Homeરાજ્યફુલઝર-2 નદી કાંઠે ગ્રામપંચાયતની ઓરડીમાં તસ્કરો ત્રાટકયા

ફુલઝર-2 નદી કાંઠે ગ્રામપંચાયતની ઓરડીમાં તસ્કરો ત્રાટકયા

ઓરડીમાંથી 350 મીટર અને બોરનો પાથરેલો કેબલ સહિત 400 મીટર કેબલની ચોરી : 32,000ના વાયર ચોરીની મહિલા સરપંચ દ્વારા ફરિયાદ

- Advertisement -

કાલાવડ તાલુકાના અરલા ગામમાં ફુલઝર-2 નદીના કાઠે આવેલી ગ્રામ પંચાયત હસ્તકની ઓરડીમાંથી અજાણ્યા તસ્કરોએ હથીયાર વડે દરવાજાનો નકુચો તોડી રૂા.32,000ની કિંમતમાં કેબલ વાયરની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના અરલા ગામે આવેલ ફુલઝર-2 નદીના કાંઠે આવેલી ગ્રામપંચાયત હસ્તકને ઓરડીમાં ગત તા. 22ની રાત્રીના તસ્કરોએ તિક્ષ્ણ હથિયારો વડે દરવાજાના નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઓરડીમાં રાખેલી 350 મીટરનો કેબલ તેમજ ઓરડીથી બોર સુધી પાથરેલો 50 મીટરનો કેબલ વાયર મળી કુલ 400 મીટરનો 6 કેજી પટ્ટીવાળો રૂા.32,000ના કેબલની ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતાં અરલા ગામના સરપંચ સમજૂબેન કોયાણી દ્વારા જાણ કરતાં પ્રો.પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular