Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરહાશ... હવે ત્રણ દિ’ ગરમીમાં રાહત

હાશ… હવે ત્રણ દિ’ ગરમીમાં રાહત

જામનગરમાં બે દિવસમાં ગરમીનો પારો 6.2 ડિગ્રી ગગડયો

- Advertisement -

રાજકોટ સહિત રાજયભરમાં ગઇકાલે પણ કાળઝાળ ગરમી સાથે રાહત રહેવા પામી હતી અને મોટાભાગના સ્થળોએ 38 થી 40 ડિગ્રી વચ્ચે મહતમ તાપમાન રહેવા પામ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ હજુ આવતા સોમવાર સુધી ગરમીમાં રાહત રહેશે અને તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે.

- Advertisement -

હાલમાં ઉત્તર પૂર્વનાં ભેજવાળા પવનો ફુંકાઇ રહ્યા હોય ગરમીમાં રાહત છે. જોકે મંગળવારથી ફરી તાપમાનનો પારો ઉંચકાશે અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજયભરમાં અનેક સ્થળોએ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ઠેર ઠેર તાપમાન 4ર થી 43 ડિગ્રી આસપાસ નોંધાશે. દરમ્યાન ગઇકાલે રાજકોટમાં 38.7 ડિગ્રી, પોરબંદરમાં 34.8, સુરેન્દ્રનગરમાં 39.2 તથા વેરાવળ ખાતે 31.8 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. તેમજ અમદાવાદમાં 39.5, અમરેલીમાં 40, વડોદરામાં 39.8, ભાવનગરમાં 38, ભુજમાં 36.8, છોટા ઉદેપુરમાં 39.5 તથા દાહોદમાં 37.9, ડાંગમાં 39.7, ડિસામાં 37.2 અને દિવમાં 37.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

જયારે જામનગરમાં વસંત ઋતુની સમાપ્તિ અને ગ્રીષ્મ ઋતુ નાસ પ્રારંભે મહતમ તાપમાનનો પારો 1.8 ડિગ્રી ઘટીને 33.8 ગરમીનો પારો પહોંચ્યો હતો. તેની સાથે લઘુતમ તાપમાનમાં સીધો 3 ડિગ્રી ઘટીને 23.8 નોંધાયું હતું. જો કે પવનની 10.4 કિમિ ઝડપે ફૂંકાયો હતો.જો કે સવારથી જ વાદળછાયું. વાતાવરણ રહેતા ગરમીમાં થોડી રાહત અનુભાવાઈ હતી.

- Advertisement -

સૌરાષ્ટ્રભરમાં જામનગર એક એવું શહેર હશે જ્યા કુદરતી આબોહવા ઉનાળામાં સાંજ પડે એટલે સામાન્ય ગરમી સાથે પવન ફૂંકાતા હોય જેનાથી શહેરીજનો ગરમીમાં રાહત મેળવી શકે છે. ગ્રીષ્મ ઋતુમાં આયુવેર્દિક નિષ્ણાતો કહે છે કે ગ્રીષ્મ ઋતુમાં ખાસ આરોગ્યની કાળજી રાખવી પડવા છે. ધોમધખતા તાપ વચ્ચે પાણી વધુ પીવું હિતકારી છે.સાથે ઉનાળાના ફળો તરબૂચ, દ્રાક્ષ, સક્કરટેટી જેવા કુદરતી પાણીથી ભરપૂર હોય તેવા ફળો આરોગવા જોઈએ. સૂર્યના તાપમાં બપોરે કામ વગર ઘરની બહાર નીકળવું ન ટાળવું જોઈએ. જામનગર શહેરમાં મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 23.8 ડિગ્રી પહોંચ્યો હતો.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા રહ્યું હતુ. જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 10.4 કિમિ નોંધાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular