Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરઓ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરઓ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા

લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જળવાય તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા જામનગર અને દ્વારકા જિલ્લાના અધિકારીઓને ઓબ્ઝર્વરઓનું સૂચન

- Advertisement -

લોકસભા સામાન્ય ચૂંટણી -2024 શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા 12 – જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઑબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.

- Advertisement -

આ ઓબ્ઝર્વરઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમા ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

ઓબ્ઝર્વરઓ દ્વારા પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લાના મતદારો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ, વિવીપેટની ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો, ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ તથા કાયદો વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરી જરુરી સૂચનો કર્યા હતા.

- Advertisement -

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, સરળ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જામનગર અને દ્વારકા બન્ને જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. તેમજ લોકો અને ખાસ કરીને યુવાઓ વધુમાં વધુ મતદાન કેરે તે પ્રકારે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડયા, દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી.પંડ્યા, જામનગર અને દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ વિકલ્પ ભારદ્વાજ અને એસ.ડી.ધાનાણી, જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નીતિશ પાંડેય, જામનગર અને દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર અને ભૂપેશ જેટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી જે.ડી.પટેલ, એ.આર.ઓ, વિવિધ સમિતિના નોડલ અધિકારીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular