Saturday, October 23, 2021
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે...!!!

ભારતીય શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના સાનુકૂળ સંકેતો, પોઝિટિવ સ્થાનિક પરિબળો અને ચીની રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે દેવા પર ડિફોલ્ટ થઈ શકે છે તે ભય દૂર થવાથી બજારને ટેકો મળતા ગત સપ્તાહના શરૂઆતમાં બીએસઇ સેન્સેકસે ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી ૬૦૪૧૨ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. જો કે સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે ઊંચકાતા ક્રૂડના ભાવ અને ઉદ્ભવેલ એનર્જી કટોકટીના અહેવાલ પાછળ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી.

વૈશ્વિક એનજી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર ભારતીય શેરબજારમાં જોવાઈ હતી. પ્રવર્તમાન વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ ભારત માટે હંગામી ફાયદો કરાવનારી નીવડી મધ્યમથી લાંબાગાળા માટે મંદીની પરિસ્થિતિ ઊભી કરે અને વિવિધ ઉદ્યોગોમાં કાચા માલોની મોટી અછત ઊભી થવાની પરિસ્થિતિમાં ભારતીય ઉદ્યોગો પર મંદીમાં સરી પડવાની શકયતાએ ફંડો દ્વારા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સ્તરેથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વર્ષ ૧૯૯૦ની ૨૫ જુલાઈના સેન્સેકસે પહેલી વખત ૧૦૦૦ની સપાટી બતાવી હતી. ત્યારબાદ ગત માસે  ૬૦૦૦૦ની સપાટી પર પહોંચતા સેન્સેકસને ૩૧ વર્ષ લાગી ગયા છે. ૩૧ વર્ષમાં ૧૦૦૦ પોઈન્ટથી ૬૦,૦૦૦ પોઈન્ટસની સફરમાં બીએસઈ સેન્સેકસેમાં અનેક વખત ચડાવઊતાર જોવા મળ્યા છે. ક્યારેક રાજકીય કારણોસર તો કયારેક આર્થિક કૌભાંડોએ શેરબજારના આ ઈન્ડેકસે અનેક વખત પછડાટ ખાધી છે તો સાનુકૂળ બજેટ કે પછી રાજકીય સ્થિરતાના કિસ્સામાં સેન્સેકસમાં જોરદાર ઉછાળો પણ જોવા મળ્યો છે.  છેલ્લે કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરાતા વર્ષ ૨૦૨૦ના માર્ચ માસમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. 

- Advertisement -

ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૨૫%નો વધારો થયો છે. આ સાથે દુનિયામાં સૌથી વધારે વધનાર શેરબજાર બન્યુ છે. નિફ્ટીની વાત કરીયે તો ચાલુ કેલેન્ડર વર્ષે તેમાં ૨૭.૬૯%ની તેજી આવી છે. તો કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં બનેલી ૨૫૯૮૧ની નીચી સપાટીથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧૩૧% વધ્યો છે. તેવી જ રીતે આ સમીક્ષાધીન સમયગાળામાં નિફ્ટી ૧૩૪% ઉછળ્યો છે. આ દરમિયાન મીડકપે અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઝડપી તેજી રહેતા અનુક્રમે ૪૨% અને ૫૫%નો ઉછાળો જોવા મળ્યો છે.

સેન્સેકસની વર્તમાન ચાલ માટે અનેક તંદૂરસ્ત પરિબળો કામ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે  કોમોડિટીઝના ભાવમાં તેજી, લિક્વિડિટી, કોવિડ સામે લડતમાં સફળતા વગેરે જેવા પરિબળો ભારતીય શેરબજારને ટેકો આપી રહ્યા છે. સેન્સેકસની વૃદ્ધિની આ ગતિ જળવાઈ રહેશે તો આગામી વર્ષ ૨૦૨૨માં ૭૦,૦૦૦ પોઈન્ટની સપાટી પણ જોવા મળી શકે છે, જો કે અનેક જોખમો પણ તોળાઈ રહ્યા છે જે માં ચીનમાં એવરગ્રાન્ડેને લઈને નાણાંકીય અનિશ્ચિતતા, ફુગાવાના ઊંચા દર, અમેરિકા દ્વારા સ્ટીમ્યુલ્સ પાછા ખેંચવાની તૈયારી જેવી બાબતો તેજીની ચાલ સામે રુકાવટ બની શકે છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી તેમજ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૯૪૮.૮૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી તેમજ સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારો રોકાણ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. બેન્ક ઓફ અમેરિકાના એક અહેવાલમાં મુજબ, આ વર્ષે સમગ્ર વિશ્વના બજારોમાં ૧૦૪૮ અબજ ડોલરની રકમ આવી છે. આંકડા દર્શાવે છે કે ભારતીય શેરબજારમાં તેજી દરમિયાન વિદેશી રોકાણકારોનો હિસ્સો ઓગસ્ટ સુધીમાં ૬૩૦ અબજ ડોલર હતો. જૂન સુધીમાં આ હિસ્સો ૫૯૨ અબજ ડોલરનો હતો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં સૌથી મોટી તેજી જોવા મળી અને ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. જો કે જે રીતે માર્કેટમાં તેજી આવી છે જેને જોતા માર્કેટની વેલ્યૂએશન ઘણી વધુ હોવાથી આગળ જતા કરેક્શન પણ જોવા મળી શકે છે.

શેરબજારમાં ઉછાળાને કેટલાક લોકો અર્થતંત્રમાં તીવ્ર સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પરંતુ શું શેરબજારને ખરેખર આર્થિક વૃદ્ધિના સૂચક તરીકે જોવું વ્યાજબી છે ખરું ? કારણ કે ભલે શેરબજાર ઉડાન ભરી રહ્યું હોય પરંતુ દેશમાં બેરોજગારી અને ઉત્પાદન જેવા અન્ય આર્થિક સૂચકાંકોના આંકડા કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો આવ્યો નથી, જેથી રોકાણકારોમાં થોડો ડર હજુ યથાવત છે.

દેશના આર્થિક વિકાસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ વિસ્તારમાં ગતિવિધિઓ વેગ પકડતી હોય તેવું લાગતું નથી. કોવિડ-૧૯ રોગચાળાના પ્રકોપ અને વધતા ખર્ચને કારણે માંગની અસરના કારણે ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ફરી મંદી જોવા મળી છે. ઓગસ્ટમાં ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ તેમજ સર્વીસ પીએમઆઇ પણ અસ્થિર છે. આ સિવાયની અન્ય પ્રતિકૂળતાઓ પણ યથાવત્ છે. આમ, આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ઘણું મોટું અંતર છે. અલબત્ત ભારતીય બજારની તેજી સામે સંભવિત કોરોના મહામારીની વધુ લહેરના જોખમ ઉપરાંત ઉંચો મોંઘવારી દર અને રિઝર્વ બેન્કની નીતિમાં ફેરફાર, જે તબક્કાવાર પર અસર પડી શકે છે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૯૧૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૭૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૮૦૦૮ પોઇન્ટથી ૧૮૦૮૮ પોઇન્ટ, ૧૮૧૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૧૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૭૯૩૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૦૮૮ પોઇન્ટથી ૩૮૩૦૩ પોઇન્ટ, ૩૮૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૪૭૪  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ડીએફએમ ફૂડ્સ ( ૩૪૩ ) :- પેકેજ્ડ ફૂડ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૧૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) એપેક્સ ફ્રોઝન ( ૩૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૨૮ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ટિનપ્લેટ કંપની ( ૩૧૮ ) :- રૂ.૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૯૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ઈન્ડોસ્ટાર કેપિટલ ( ૨૯૨ ) :- ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) જેકે પેપર (૨૪૭ ) :- રૂ.૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮ ના સ્ટોગ સપોર્ટથી પેપર & પેપર પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૪ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૨૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૫૭ થી રૂ.૨૭૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૯ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૨ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જેકે ટાયર ( ૧૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો ટાયર & રબર પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એસીસી લિમિટેડ ( ૨૨૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૭૭ થી રૂ.૨૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) એચડીએફસી બેન્ક ( ૧૬૦૫ ) :- આ સ્ટોક રૂ.૧૫૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૬૬ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૬૨૨ થી રૂ.૧૬૩૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) લુપિન લિમિટેડ ( ૯૪૮ ) :- ૮૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૭૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૬૩૦ થી રૂ.૨૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૭૪૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સન & ટુબ્રો ( ૧૭૩૨ ) :- રૂ.૧૭૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૨૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૮૬ થી રૂ.૬૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જમના ઓટો ( ૯૬ ) :- ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) થોમસ કૂક ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટ્રાવેલ સપોર્ટ સર્વિસ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓમેક્સ લિમિટેડ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! રિયલ્ટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) બાલાજી ટેલિફિલ્મ્સ ( ૬૬ ) :- રૂ.૬૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૮૦૮ થી ૧૮૦૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular