Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરલ્યો બોલો...તસ્કરો સાઇટ પરથી સિમેન્ટની થેલી પણ ચોરી ગયા !

લ્યો બોલો…તસ્કરો સાઇટ પરથી સિમેન્ટની થેલી પણ ચોરી ગયા !

- Advertisement -

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પરથી અજાણ્યા તસ્કરો 30 થેલી સિમેન્ટ અને બે ડિઝલ જનરેટર તથા પાણીનો ટાંકો મળી કુલ રૂા.1,23,500નો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક શ્યામકુંજ સોસાયટીમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પરથી ગત્ 7 ના રાત્રીના સમગે અજાણ્યા તસ્કરોએ રૂા.12,000ની કિંમતની 30 થેલી સિમેન્ટ અને રૂા.70,000ની કિંમતના બે ડિઝલ જનરેટર તથા રૂા.40,000ની કિંમતનું અને જનરેટર તેમજ રૂા.1500ની કિંમતનો પ્લાસ્ટિકનો પાણીનો ટાંકો સહિત રૂા.1,23,500 કિંમતનો માલસામાન ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગે કેતન કછેટીયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular