આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા વર્ષાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.30) નામના સગર્ભા મહિલાને ગત 22 મી ના રોજ પ્રસૂતિની પીડા ઉપડતાં તેણીને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વર્ષાબેનને એકાએક આંચકી ઉપડતાં તેણીનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પતિ જયેશભાઈ માલદેભાઈ સોલંકીએ ભાણવડ પોલીસને કરી છે.