Thursday, July 17, 2025
Homeસમાચારરાષ્ટ્રીયગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવાઈ

ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવાઈ

કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત ગરીબોને ફ્રીમાં રાશન વહેંચવામાં આવી રહ્યું છે. કોરોના દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી. આજે કેબિનેટે એને આગળ ચાલુ રાખવાનું એપ્રૂવલ આપ્યું છે.

- Advertisement -

કેબિનેટે આજે એક મહત્વનો નિર્ણય લઈને માર્ચ 2022 સુધી ગરીબોને ફ્રી રાશન પ્રદાન કરવા માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે કેબિનેટના નિર્ણયો પર આ જાણકારી આપી હતી.

પાંચમા ચરણ અંતર્ગત ખાદ્યાન્ન પર 53,344.52 કરોડ રૂપિયાની અનુમાનિત ખાદ્ય સબસિડી હશે. તે સિવાય કેબિનેટે કૃષિ કાયદા પરત ખેંચવાના પ્રસ્તાવને પણ મંજૂર કરી લીધો છે જેને સંસદના શીતકાલીન સત્રમાં રજૂ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular