શ્રી એલ. જી. હરિયા સ્કૂલનું ગુજરાત બોર્ડ, ફેબ્રુઆરી – માર્ચ 2026 નું ધોરણ 10, ધોરણ 12(કોમર્સ અને સાયન્સ) નું ઝળહળતું અને ઉત્કૃષ્ઠ પરિણામ. ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ વિધાર્થીઓના શિક્ષણનો માપદંડ નક્કી કરતી હોય છે. આ માપદંડમાં પોતાને શ્રેષ્ઠતમ પૂરવાર કરતી નગરની નામાંકિત શ્રી એલ. જી. હરિયા સ્કૂલે પણ મેદાન માર્યું છે. ધોરણ 12ના પ્રસિધ્ધ થયેલ પરિણામમાં સાયન્સવિભાગનું 100 ટકા પરિણામ રહ્યું છે જેમાં À2 ગ્રેડ સાથે બે વિધાર્થીઓએ પોતાની સફળતા હાંસલ કરી છે. ધોરણ 12 કોમર્સ વિભાગમાં A1 ગ્રેડ સાથે ત્રણ વિધાર્થીઓએ અને A2 ગ્રેડ સાથે 28 વિધાર્થીઓએ પોતાનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. સમગ્ર શાળાનું પરિણામ 97 ટકા રહ્યું છે.જ્યારે ધોરણ 10માં ગુજરાત બોર્ડના પરિણામમાં એલ જી હરિયા સ્કૂલના A1 ગ્રેડ સાથે 10 અને A2 ગ્રેડ સાથે 32 વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે અને શાળાનું પરિણામ 98 ટકા આવ્યું છે.
વિધાર્થીઓની આ જ્વલંત સફળતા માટે વિધાર્થીઓની સાથે સાથે એમના વાલીઓ અને શાળાનું સફળ નેતૃત્વ પણ પણ એટલું જ કાર્યરત રહેતું હોય છે. પડદા પાછળ રહીને દોરીસંચાર કરતું આ નેતૃત્વ પોતાની દક્ષતા, દૂરદર્શિતા અને ઝીણી પણ બાજનજરથી વિધાર્થીઓને હળવે હાથે સફળતા તરફ ગતિમાન કરતું હોય છે. ધોરણ 10 અને ધોરણ 12ના આ ઉત્કૃષ્ઠ પરિણામ માટે શાળાના પ્રધાનાચાર્ય ધવલ પટ્ટ સાહેબ તથા સ્ટાફગણની વિધાર્થીઓની સફળતા માટે કરેલી વ્યૂહરચનાએ વિધાર્થીઓમાં હિંમત અને ધૈર્યનું સિંચન કર્યું એનું જ આ મિષ્ટ પરિણામ છે. આ ઉમદા પરિણામથી વાલીમંડળે પણ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને શાળા સતત, લગાતાર પ્રગતિ કરીને વિધાર્થીઓનું ભાવિ ઘડવામાં પોતાનો અહમ્ રોલ ભજવે એવી આશા વ્યક્ત કરી હતી.
View this post on Instagram
આમ, ધોરણ 10 અને ધોરણ 12ના આ ઉત્કૃષ્ઠ પરિણામે એ સાબિત કરી દીધું કે ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ‘. થોડીક હિંમત અને પરિશ્રમથી સફળતાના કપરા ચઢાણ પણ ચોક્કસ સર કરી શકાય છે. વિધાર્થીઓની આ જ્વલંત સફળતા માટે વિધાર્થીઓની પીઠ થાબડતા શાળાના આચાર્યએ કહ્યું હતું કે,
कमाल-ए-बुज़दिली है पस्त होना अपनी आंखो से,
अगर थोड़ी सी जुर्रत (साहस) हो, तो फिर क्या हो नहीं सकता?
શાળાના વિધાર્થીઓની જ્વલંત સફળતા અને સફળ નેતૃત્વ માટે ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ વડાઓએ પણ સૌની પીઠ થાબડતા રાજીપો વ્યક્ત કર્યો હતો.


